ભારત-અમેરિકા કરશે `વિશેષ યોજના'' પર કામ

નાનાં માનવરહિત વિમાન અને હળવાં શત્રોનું સંયુક્ત સહકારથી ઉત્પાદન

વોશિંગ્ટન, તા. 16 : ભારત અને અમેરિકાએ વિમાનોની દેખરેખ ઉપરાંત નાનાં માનવરહિત વિમાન અને હળવા તથા નાનાં હથિયારો બનાવવાની ટેક્નોલોજી સંબંધી પરિયોજનાને બંને દેશ વચ્ચે સંરક્ષણ સહકાર માટે ચિહ્નિત કરી છે. પેન્ટાગોનના એક ટોચના અધિકારીએ આ જાણકારી આપી હતી. અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે બંને દેશના સંરક્ષણ અધિકારીઓએ તાજેતરમાં અહીં સંરક્ષણ ટેક્નોલોજી અને વ્યાપાર પહેલ (ડીટીટીઆઈ) વાટાઘાટ કરી હતી.
ભારત-અમેરિકા ડીટીટીઆઈ બેઠકમાં બંને દેશમાં ઉદ્યોગોને સાથે મળીને કામ કરવા અને આગલી પેઢીની ટેક્નિક વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
`એક્વિઝિશન એન્ડ સસ્ટેઈનમેન્ટ' માટે અમેરિકાના સહાયક સંરક્ષણમંત્રી એલેન લાર્ડે પેન્ટાગોનમાં મીડિયાને જણાવ્યું હતું કે, અમે જે એક પરિયોજના પર વિચાર કરી રહ્યા છીએ, તે નાનાં માનવરહિત વિમાન અંગેની છે. લાર્ડેએ સંરક્ષણ ઉત્પાદન સચિવ અજયકુમારની સાથે બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી.
ડ્રોનને લઈને મુખ્ય રૂપથી વાતચીત અમેરિકી વાયુસેના અનુસંધાન પ્રયોગશાળા અને ભારતના સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન વચ્ચે થઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer