ગોવામાં કૉંગ્રેસનો સરકાર બનાવવાનો દાવો

રાજ્યપાલને લખ્યો પત્ર : એક વિધાયકના મૃત્યુ બાદ પર્રિકર સરકાર અલ્પ મતમાં હોવાનું કહ્યું

પણજી, તા. 16 : કોંગ્રેસે શનિવારે રાજ્યપાલને પત્ર લખીને ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલને લખેલા પત્રમાં કોંગ્રેસે કહ્યું હતું કે, ભાજપ વિધાયક ફ્રાન્સિસ ડીસુઝાના દુ:ખદ નિધન બાદ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. આ માટે સૌથી મોટો પક્ષ હોવાના નાતે કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો દેવામાં આવે. સાથે કોંગ્રેસે રાજ્યપાલને ભાજપના નેતૃત્વની મનોહર પર્રિકર સરકારને બરખાસ્ત કરવાની માગણી કરી હતી.
 કોંગ્રેસના પત્રમાં કેન્દ્ર સરકારને ચેતવણી આપવામાં આવી છે કે ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે ગેરકાનૂની બનશે અને તેને પડકારવામાં આવશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધારે બેઠકો મેળવી હતી. પક્ષને 40 બેઠકની વિધાનસભામાંથી 17 અને ભાજપને 13 બેઠક મળી હતી. ત્યારબાદ ભાજપે અમુક અપક્ષ અને કોંગ્રેસી વિધાયકો સાથે મળીને સરકાર બનાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer