તો સાંસદ કેમ બધી ઇચ્છા પૂરી કરી શકે ?

ભાજપ સાંસદનું વિવાદી નિવેદન 

બુલંદશહેર, તા. 16 : ભારતીય જનતા પક્ષ માટે એક મોટી નિરાશા આપે તેવા નિવેદનથી કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ વિવાદ સર્જ્યો છે.
કેન્દ્રમાં રાજ્યકક્ષાના સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રી મહેશ શર્માએ મહત્ત્વની લોકસભા ચૂંટણી પહેલાં વિવાદી નિવેદનમાં કહ્યું કે, `જો ભગવાન જરૂરિયાતો પૂર્ણ ન કરી શકતા હોય તો સંસદનો સભ્ય કેવી રીતે કરી શકે ?
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગુરુવારે એક સભામાં શર્માએ કહ્યું હતું કે, `જ્યારે ભગવાને આપણને વિશ્વમાં મૂક્યા છે.   આપણા માટે રોટી, કપડાં અને મકાન, રોજગારી અને બાળકોને શિક્ષણની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની છે, આજે પણ પૂર્વ ઉત્તરપ્રદેશના બાલિયા સહિત અન્ય જિલ્લના લોકો પણ પૂરતા ખોરાકથી વંચિત છે. જ્યારે બાળકો શાળાએ જાય છે, પોતાનું પેટ મધ્યાહ્ન ભોજનથી ભરે છે, બાકીના ભુખ્યા રહે છે. જેમણે આપણું સર્જન કર્યું છે એ ભગવાન જો તમારી ઇચ્છા પૂરી કરી શકતો નથી, તો પછી સાંસદ કેવી રીતે પૂર્ણ કરી શકે ?
આ નિવેદન સાથે તેમણે વધુ એક અત્યંત ગંભીર અને વધુ વિવાદી શબ્દપ્રયોગ કર્યો હતો કે `સૌથી મોટો બેવકૂફ એ 
ભગવાન છે.'
શર્મા એ ગૌતમ બુદ્ધ નગરમાંથી સંસદ સભ્ય છે અને તેઓ બુલંદ શહેરના એક મંદિરમાંથી સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આવું નિવેદન કર્યું હતું, એમ સમાચાર એજન્સી એનએનઆઇના હેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
2012ની લોકસભા ચૂંટણી માથે છે ત્યારે આવાં નિવેદને ભાજપ અને રાજકીય વર્તુળમાં ભારે વિવાદ જગાવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer