ચૂંટણી સંદર્ભે ફરિયાદ માટે 1950 ટોલ-ફ્રી નંબર

મુંબઈ, તા. 16 : લોકસભાની ચૂંટણી માટે મુંબઈ ઉપનગર જિલ્લામાં 60,000 જેટલા કર્મચારીઓ તહેનાત થવાના છે. ચૂંટણી લડનારા ઉમેદવારોના વધુ પડતા ખર્ચ અથવા આચારસંહિતાના ભંગની ફરિયાદ માટે ઉપનગર જિલ્લા અધિકારી કાર્યાલયે 1950 ટોલ-ફ્રી નંબર કાર્યાન્વિત કર્યો છે.
ચૂંટણી આયોગે લોકસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યા બાદ ઉપનગર જિલ્લાધિકારી સચીન કુર્વેએ મિટિંગ યોજીને યંત્રણાને સજ્જ રહેવાનો આદેશ આપ્યો છે. ઉપનગર જિલ્લામાં ચાર લોકસભા મતવિસ્તાર છે અને ચૂંટણીના કામ માટે 60,000 કર્મચારીઓને તહેનાત રાખવામાં આવશે. ઉમેદવારોનો ખર્ચ અને આચારસંહિતાના પાલન પર ધ્યાન રાખવા માટે વિધાનસભા મતદાર સંઘ સાથે સંકળાયેલી ટુકડી, નિરીક્ષણ ટુકડી તથા વીડિયો-શૂટિંગ કરનાર ટુકડી તહેનાત કરવામાં આવશે. પ્રસાર માધ્યમ અને સમાજ માધ્યમની રાજકીય જાહેરખબરની પરવાનગી અને ચકાસણી માટે અલગ સમિતિ સ્થપાઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer