વિદેશી હૂંડિયામણની અનામત 2588 લાખ ડૉલર વધી

મુંબઈ, તા. 16 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 8મી માર્ચ, 2019ના પૂરાં થયેલા સપ્તાહ માટે 2588 લાખ ડૉલર વધીને 402.035 અબજ ડૉલર થઈ હતી, એમ આરબીઆઈના ડેટા પરથી જાણવા મળે છે. તેના આગલા સપ્તાહ માટે અનામત 2.59 અબજ ડૉલર વધીને 401.776 અબજ ડૉલર થઈ હતી.
વિદેશી ચલણોની અસ્ક્યામત સૂચિત સપ્તાહે 1671.2 લાખ ડૉલર વધીને 374.227 અબજ ડૉલર થઈ હતી. આમ વિદેશી હૂંડિયામણમાં વૃદ્ધિ વાસ્તવમાં અંશત: રીતે વિદેશી રોકાણકારોના શૅરોમાં વધતા રોકાણ પ્રવાહના કારણે હોવાનું મનાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer