આકાશ અને શ્લોકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયાં

આકાશ અને શ્લોકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયાં
લગ્નમાં ઝૂમી ઊઠયું બૉલીવૂડ

મુંબઈ, તા. 9 : મુકેશ અંબાણીનો મોટો પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નના બંધનમાં જોડાયાં છે. વરરાજા આકાશની જાન ઍન્ટિલિયાથી નીકળી હતી જેમાં મુકેશ અંબાણી, તેમનાં પત્ની નીતા અંબાણી તથા બૉલીવૂડના કલાકારો ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. આમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓ, ગ્લોબલ લીડર અને રાજકારણીઓ પહોંચ્યા હતા. આખો અંબાણીપરિવાર ગુલાબી રંગના આઉટફિટમાં નજરે પડયો હતો. ઈશા અંબાણી પણ પતિ આનંદ પિરામલ સાથે પહોંચી ગઈ હતી. આ લગ્ન માટે ઍન્ટિલિયા હાઉસને નવોઢાની માફક શણગારવામાં આવ્યું હતું. અંબાણીપરિવારે વહુના સ્વાગત માટે કોઈ કસર છોડી નહોતી. જાન નીકળતાં પહેલાં આકાશે દિવંગત દાદા ધીરુભાઈ અંબાણી અને નાનાજીના આશીર્વાદ લીધા હતા.
આકાશ અંબાણીની જાનના વાઇરલ થયેલા વીડિયોમાં શાહરુખ ખાન, કરણ જોહર, આયન મુખરજી અને આમિર ખાન ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે પહોંચ્યો હતો.
બાંદરા-કુર્લા સંકુલના `િજઓ વર્લ્ડ સેન્ટર'માં લગ્નવિધિ પાર પડાઈ હતી. આમાં ગૂગલના ચીફ ઍક્ઝિકયુટિવ સુંદર પીચાઈ, ઉદ્યોગપતિઓ રતન તાતા અને એન. ચંદ્રશેખરે હાજરી આપી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગોડા અને બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમનાં પત્ની ચેરી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ મહામંત્રી બાન કી મુને હાજરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer