છેલ્લી ઓવરમાં મિતાલી રાજને સ્ટ્રાઈક ન મળતાં 0-3થી વ્હાઈટવૉશ

છેલ્લી ઓવરમાં મિતાલી રાજને સ્ટ્રાઈક ન મળતાં 0-3થી વ્હાઈટવૉશ
ઈંગ્લૅન્ડ સામે ભારતની એક રને હાર
ગુવાહાટી, તા. 9 : જીતની કગારે પહોંચીને ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે ત્રીજા અને અંતિમ ટી20 મેચમાં એક રનથી હારનો સામનો કરવો પડયો છે. જેના કારણે શ્રેણીમાં ભારતનો 0-3થી વ્હાઈટવોશ થયો છે.
અંતિમ ટી20માં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા છ વિકેટે 119 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 118 રન જ કરી શકી હતી. ભારતને અંતિમ ઓવરમાં ત્રણ રનની જરૂરીયાત હતી અને મિતાલી રાજ 32 બોલમાં 30 રન કરીને રમી રહી હતી. પરંતુ તે બીજા છેડે જ રહી ગઈ હતી અને કેટ ક્રોસની અંતિમ ઓવરમાં એક પણ બોલ રમવાનો મોકો મળ્યો નહોતો. ભારતી ફુલમાલીએ છેલ્લી ઓવરમાં ત્રણ બોલ ખાલી કાઢ્યા હતા અને ચોથા બોલે તેની વિકેટ પડી હતી. નવી બેટ્સમેન અનુજા પાટિલ પણ આગામી બોલમાં આઉટ થઈ હતી. અંતમાં ભારતને છેલ્લા બોલમાં ત્રણ જોઈતા હતા અને માત્ર એક જ રન મળ્યો હતો.આ અગાઉ કાર્યવાહક કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 58 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે ટોસ જીતી 119 રન કર્યા હતા. જેમાં ટેમી બ્યુમોન્ટ અને ડેનિયલે વિયાટે 51 રનની ભાગીદારી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer