ડબ્લ્યુટીએ : અજારેન્કાને હરાવી ત્રીજા રાઉન્ડમાં પહોંચી સેરેના

ડબ્લ્યુટીએ : અજારેન્કાને હરાવી ત્રીજા રાઉન્ડમાં પહોંચી સેરેના
નવી દિલ્હી, તા. 9 : સેરેના વિલિયમ્સે વિક્ટોરિયા અજારેન્કાને 7-5, 6-3થી હરાવીને ઈન્ડિયન વેલ્સ ડબલ્યુટીએ ટૂર્નામેન્ટના ત્રીજા દોરમાં પ્રવેશ કર્યો છે. દુનિયાની બે પૂર્વ નંબર વન ખેલાડીઓ વચ્ચે મુકાબલો બે કલાક અને 17 મિનિટ સુધી ચાલ્યો હતો. જીત બાદ હવે સેરેનાનો સામનો સ્પેનની ગાર્બાઈન મુગુરુઝા સામે થશે. જેણે અમેરિકાની લોરેન ડેવિસને 6-1, 6-3થી હરાવી હતી. અન્ય મેચોમાં દુનિયામાં બીજા ક્રમે રહેલી સિમોના હાલેપે ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવાને 6-2, 6-4થી હરાવી હતી. હવે તે યુક્રેનની ક્વોલીફાયર કેટરીના કોજલોવા સામે રમશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer