કૅન્સરની 390 દવાની કિંમતમાં 87 ટકાનો ઘટાડો


 નવી દિલ્હી, તા. 9 :  દેશના 22 લાખથી પણ વધારે કેન્સરના દર્દીઓને ફરી એક વખત સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. કેન્સરના ઈલાજમાં મોંઘી દવાનું ભારણ દર્દીઓની કમર તોડી નાખે છે. જેને ધ્યાને લઈને સરકારે 390 જેટલી કેન્સરની દવાઓના મૂલ્યને નિયંત્રણમાં લાવીને સસ્તી કરી છે. સરકારના નિર્ણયથી કેન્સરની દવાઓ હવે 87 ટકા ઓછી કિંમતમાં મળી શકશે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં 22 લાખથી પણ વધારે દર્દીઓને વાર્ષિક 800 કરોડ રૂપિયાની બચત થશે. આ અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ સરકારે કેન્સરની 42 મોંઘી દવાઓને મૂલ્ય નિયંત્રણ આદેશ હેઠળ લાવીને સસ્તી કરી હતી. તેવામાં હવે વધુ 390 દવાની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાંથી ઘણી દવાઓની કિંમતમાં 85 ટકાનો ઘટાડો આવ્યો છે. બજારમાં પ્રોટિઓઝ બ્રાન્ડની દવા બોર્ટેઝોમિબના અઢી એમજી ઈન્જેક્શનની કિંમત અત્યારસુધી 18133 રૂપિયા હતી. જે 8 માર્ચ બાદ 3415 રૂપિયામાં મળી રહ્યા છે. એનપીપીએના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે સરકારના નિર્ણયથી  124 કંપનીઓની દવાના ભાવમાં 75 ટકા સુધીનો ઘટાડો થયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer