ઈમરાનને ગેરલાયક ઠેરવવા લાહોર હાઈ કોર્ટમાં અરજી

ઉમેદવારી ફૉર્મમાં એક પુત્રીની જાણકારી રજૂ ન કરી હોવાનો આરોપ

લાહોર, તા. 9 : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હવે નવા વિવાદમાં ઘેરાયા છે. ઈમાનદાર અને નેક ન હોવાના આરોપ સામે લાહોર હાઈકોર્ટમાં ઈમરાનને અયોગ્ય ઠેરવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની વડાપ્રધાને 2018ની ચૂંટણીમાં પોતાના ઉમેદવારી પત્રમાં પૂર્વ પત્નીની એક પુત્રી સાથે પોતાના સંબંધની જાણકારી છુપાવી હતી. હાઈકોર્ટ હવે આગામી સોમવારે અરજી ઉપર સુનાવણી કરશે.
શનિવારે લાહોર હાઈકોર્ટે અરજીનો સુનાવણી માટે સ્વિકાર કર્યો હતો. જેમાં માગણી કરવામાં આવી હતી કે પાકિસ્તાની સંવિધાનના આર્ટિકલ 62 અને 63ની જોગવાઈના ઉલ્લંઘન કરવા બદલ ઈમરાન ખાનને અયોગ્ય ઠેરવવામાં આવે. પાકિસ્તાની સંવિધાન હેઠળ સંસદ સભ્ય ઈમાનદાર અને નેક હોવો જરૂરી છે. 
પાકિસ્તાની મિડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાને ઉમેદવારી ફોર્મમાં પોતાની કથિત પુત્રી પાયરિયન જેડ ખાનની જાણકારી આપી નહોતી ટાયરિયન ઈમરાનની પૂર્વ પત્ની લૂસિયા વાઈટની પુત્રી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer