અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીની નહીં પણ વટહુકમની જરૂર છે : શિવસેના

મુંબઈ, તા. 9 : અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદમાં સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થી માટે ત્રણ સભ્યની સમિતિની નિમણૂક કરી એ ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ શિવસેનાને ગમ્યું નથી. શિવસેનાએ એવો સવાલ કર્યો છે કે જો વિવાદમાં બન્ને પક્ષકારોને મધ્યસ્થી માન્ય હતી તો 25 વર્ષ સુધી આ વિવાદ કેમ બરકરાર રાખ્યો અને સેંકડો કારસેવકોનું લોહી કેમ વહેવડાવ્યું? ભાજપની રથયાત્રાને લીધે દેશનું વાતાવરણ કલુષિત થયું. ધર્માંધતા અને આતંકવાદ વકર્યા. આટલું થયા બાદ પણ પ્રભુ રામનો વનવાસ પૂરો થયો નથી. દેશના રાજકારણીઓ, શાસકો અને સુપ્રીમ કોર્ટ આ વિવાદ ઉકેલી ન શક્યા તો ત્રણ સભ્યોની સમિતિ કઈ રીતે મધ્યસ્થી કરશે?
શિવસેનાએ કહ્યું હતું કે આ ભાવનાત્મક મુદ્દો છે. કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડીને રામમંદિરનું બાંધકામ ચાલુ કરવું જોઈએ.
શિવસેનાએ કહ્યું કે હવે આ વિવાદનો ઉકેલ લોકસભાની ચૂંટણી પછી જ આવશે. ભગવાન પણ કાનૂની ઝઘડામાંથી બચી શકતા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer