ભારતીય નિકાસકારો યુએસ-ચીન વેપારયુદ્ધ અને બ્રેક્ઝિટની

તકોનો લાભ લેવા માટે સુસજ્જ

કૅપ ઇન્ડિયાની ચોથી આવૃત્તિ 26-28 માર્ચે મુંબઈમાં યોજાશે

મુંબઈ, તા. 9 : ભારત યુએસ- ચીન વેપાર યુદ્ધ અને બ્રેક્ઝિટમાં ઊભરતી શક્યતાઓને લીધે નિકાસ બજારોમાં મોટી તકોનો લાભ લેવા માગે છે.
કેપ ઇન્ડિયા 2019 નિમિત્તે બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક્સ અને ડાઇઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (કેમેક્સિલ)ના ચૅરમેન અજય કડાકિયાએ બે મુખ્ય ક્ષેત્રો આલેખિત કર્યાં હતાં, જ્યાં ભારતીય નિકાસકારો 2019-2020માં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
યુએસએ, ઈયુ અને યુકેની બજારો આ વર્ષે વધુ તક આપશે એવી શક્યતા છે, કારણ કે હાલમાં ચીન યુએસએ માટે એકમાત્ર સૌથી વિશાળ પુરવઠાકાર છે અને આયાતવેરા દરસૂચિ શાસન પછી ભારતીય કંપનીઓએ યુએસના વેપાર પ્રત્યે આશાની નજરે જોવું જોઈએ. યુએસ દરસૂચિને આધીન રસાયણો અને પ્લાસ્ટિક્સમાં લગભગ 15 અબજની ચીની નિકાસો સાથે ભારત યુએસ બજારમાં મોટો બજાર હિસ્સો પ્રાપ્ત કરવા માટે સજ્જ છે.
બ્રેક્ઝિટ વિપુલ તક આપે છે. બ્રેક્ઝિટ રસાયણો અને પ્લાસ્ટિક્સ માટે પણ વિશાળ તક આપે છે. યુકેની રસાયણ અને દવાઓની નિકાસ આશરે 60 અબજ યુએસ ડૉલર છે અને તેમાંથી 60 ટકા ઈયુ દ્વારા ઉપભોગ કરવામાં આવે છે. 75 ટકા યુકેની રસાયણની નિકાસો ઈયુમાંથી આવે છે અને ભારતીય નિકાસકારો આ બજારોમાં પણ ઉત્તમ દેખાવ કરી શકે છે.
પ્લાસ્ટિક્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમેન રવિશ કામથે જણાવ્યું હતું કે ભારતની પ્લાસ્ટિકની નિકાસ આ વર્ષે 11 અબજ યુએસ ડૉલર સુધી પહોંચવાની શક્યતા છે, જે આજ સુધીનો સર્વોચ્ચ આંકડો છે ત્યારે યુએસ-ચીન વેપાર યુદ્ધ અને બ્રેક્ઝિટનો તેને સૌથી વધુ લાભ થશે. દાખલા તરીકે બ્રેક્ઝિટ પછી યુકેની પ્લાસ્ટિક્સની આયાતો વાર્ષિક 18 અબજ યુએસ ડૉલરે છે અને તેમાંથી 70 ટકા ઈયુમાંથી આવે છે ત્યારે ભવિષ્યમાં ભારત જેવા વધુ દેશો માટે તે ખુલ્લી થશે.
ઊભરતી વૈશ્વિક નિકાસની તકોને ધ્યાનમાં લેતાં ચાર અગ્રણી ભારતીય કાઉન્સિલોએ સંયુક્ત રીતે મેગા માર્કેટ સ્થળ કેપ ઇન્ડિયાનું નિર્માણ કર્યું છે અને આ ભવ્ય કાર્યક્રમની ચોથી આવૃત્તિ 26-28 માર્ચ, 2019ના રોજ મુંબઈમાં યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer