જીએસટી રેવન્યુ વધશે તો કૉર્પોરેટ ટૅક્સ ઘટાડાશે : સરકારનું વચન

નવી દિલ્હી, તા. 9 : જીએસટીની આવક વધે પછી તમામ કંપનીઓ માટે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને 25 ટકા કરવાનું વચન આપ્યું છે. એમ ફિક્કીના પ્રેસિડન્ટ સંદીપ સોમાણીએ કહ્યું હતું. નાણાપ્રધાન અરુણ જેટલી સાથે બેઠક બાદ તેમણે કહ્યું હતું કે બેઠકમાં ટેકસેશન, રોજગારી સર્જન અને ઔદ્યોગિક ઉત્પાદન વધારવા સહિતના વિવિધ મુદ્દા અંગે ચર્ચા થઈ હતી.
જીએસટીમાંથી રેવન્યુ કલેકશન વધતું જશે એટલે આવતાં થોડાંક વર્ષોમાં બાકીના કૉર્પોરેટ સેક્ટર માટે ટૅક્સના દર તર્કસંગત કરવાનું વચન નાણાપ્રધાને આપ્યું છે.
બજેટ 2017માં સરકારે વર્ષ 2015-'16માં રૂા. 50 કરોડથી ઓછું ટર્નઓવર કરનારી કંપનીઓ માટેના કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને 25 ટકા કર્યા હતા. આનાથી ટૅક્સ રિટર્ન ફાઈલ કરતી કુલ કંપનીમાંથી 96 ટકા કંપનીને ફાયદો થયો હતો. 2018-'19ના બજેટમાં સરકારે રૂા. 250 કરોડ સુધીના ટર્નઓવરની કંપનીઓ માટેનો ટૅક્સ દર 25 ટકા કર્યો હતો. આનાથી રિટર્ન ફાઈલ કરનારી 7 લાખ કંપનીઓમાંથી ઇન્કમ રિટર્ન ફાઈલ કરનારી અને રૂા. 250 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી 7000 કંપનીઓ 30 ટકાના સ્લેબ હેઠળ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer