હૂંડિયામણની અનામત વધીને ફરી 400 અબજ ડૉલર વટાવી ગઈ

મુંબઈ, તા. 9 : દેશના વિદેશી હૂંડિયામણની અનામત પહેલી માર્ચ, '19ના પૂરાં થયેલા સપ્તાહ માટે 2.5 અબજ ડૉલર વધીને ફરી 400 અબજ ડૉલરની સપાટીને વટાવી 402.77 અબજ ડૉલરની થઈ હતી. જે તેના આગલા સપ્તાહમાં 9447 લાખ ડૉલર વધીને 399.21 અબજ ડૉલરની થઈ હતી.
વિદેશી ચલણોની અસ્ક્યામત સૂચિત સપ્તાહે 2.061 અબજ ડૉલર વધીને 374.060 અબજ ડૉલર રહી હતી.
અગાઉ 13મી એપ્રિલ, 2018ના સપ્તાહ માટે હૂંડિયામણની અનામતે 426.02 અબજ ડૉલરની વિક્રમી સપાટી બનાવી હતી. ત્યાર પછીથી હૂંડિયામણની અનામત ક્રમશ: ઘટતી રહી અને અત્યારે 25 અબજ ડૉલર ઘટવા બરોબર ગણાય.
સૂચિત ગાળા માટે સોનાનું રિઝર્વ 4887 લાખ ડૉલર વધીને 23.25 અબજ ડૉલર થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer