હાલમાં જ શરૂ થયેલી વંદે ભારત એક્સ્પ્રેસ ખોટકાઈ

હાલમાં જ શરૂ થયેલી વંદે ભારત એક્સ્પ્રેસ ખોટકાઈ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 16 : બહુચર્ચિત વંદે ભારત એક્સપ્રેસ આજે એક જાનવર સાથે ટકરાતાં એમાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી અને આ ટ્રેન ચાર કલાક ખોટકાઈ હતી. રીપેર થયા બાદ તે દિલ્હી જવા રવાના થઈ હતી. આ દુર્ઘટના ઉત્તર મધ્ય રેલવેના ઈટાવા અને ટૂંડલા વચ્ચે આજે પરોઢિયે પાંચ વાગ્યે બની હતી. અહીં ઉલ્લખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી દાખવી એને રવાના કરી હતી. 
અત્યાધુનિક ટેક્નિક અને સુવિધાવાળી હાઇ સ્પીડ ટ્રેનનું સમારકામ કર્યા બાદ એને પાછી દિલ્હી રવાના કરાઈ હતી.  આ ટ્રેન 19 જાન્યુઆરીના સવારેથી લોકો માટે શરૂ થવાની હતી અને આમાં 100 જેટલું આરક્ષણ હોવાનો દાવો રેલવેએ કર્યો હતો. હવે આજની દુર્ઘટના બાદ આ ટ્રેન આવતી કાલે રવાના થશે કે નહીં એ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.  રેલવે પ્રવકતાએ આ અંગે કોઈ ટીપ્પણી કરી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer