ટેનિસ ખેલાડી આર્યન ભાટિયા ડોપ ટેસ્ટમાં નાકામ

ટેનિસ ખેલાડી આર્યન ભાટિયા ડોપ ટેસ્ટમાં નાકામ
નવી દિલ્હી, તા. 16 : આર્યન ભાટિયા ડોપ પરિક્ષણમાં નાકામ થનારો પહેલો ભારતીય ટેનિસ ખેલાડી બન્યો છે અને તેના ઉપર અનિશ્ચિતકાળનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નાડા (રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી)એ શુક્રવારે આ જાણકારી જારી કરી હતી.  16 વર્ષિય ભાટિયાના ડોપ ટેસ્ટ માટેનો નમુનો ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફેનેસ્ટા ઓપન રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશિપ દરમિયાન લેવામાં આવ્યો હતો. નાડાએ ચેમ્પિયનશિપ દરમિયાન પહેલી વખત ટેનિસ ખેલાડીઓના નમૂના એકત્રિત કર્યા હતા. આ મામલે અખિલ ભારતીય ટેનિસ સંઘના સચિવ હિરણમય ચેટર્જીએ દાવો કર્યો હતો કે આ બનાવ બેદરકારીનો છે અને ચિકિત્સકે આર્યનને દવા આપી હતી તેમાં પ્રતિબંધિત પદાર્થ હતા. જેના કારણે નાડાના નિર્ણય સામે અપીલ પણ કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer