સિંધુને હરાવી સાઈનાએ જીતી નેશનલ બેડમિન્ટન ચૅમ્પિયનશિપ

સિંધુને હરાવી સાઈનાએ જીતી નેશનલ બેડમિન્ટન ચૅમ્પિયનશિપ
ગુવાહાટી, તા. 16 : વર્તમાન ચેમ્પિયન સાઈના નહેવાલે શનિવારે ઓલિમ્પિક રજત પદક વિજેતા પીવી સિંધૂને હરાવીને 83મી સીનિયર રાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયનશિપનું મહિલા એકલ ખિતાબ જીત્યું હતું. સાઈનાએ સતત બીજી વખત આ ખિતાબ પોતાના નામે કર્યું છે. સાઈનાએ ફાઈનલમાં સિંધૂને 21-18, 21-15થી મ્હાત કરી હતી. 44 મિનિટ ચાલેલી જંગમાં સાઈનાને જીત મળી હતી. બીજી તરફ પુરૂષ એકલ વર્ગમાં સૌરભ વર્માએ યુવા ખેલાડી લક્ષ્ય સેનને 21-18, 21-13થી હરાવ્યો હતો. જ્યારે પુરૂષ યુગલમાં જેરી ચોપડા અને ચિરાગ શેટ્ટીની જોડી અર્જુન એમઆર અને શ્લોક રામચંદ્રનની જોડીને 33 મિનિટમાં 21-13, 22-20થી મ્હાત કરીને ચેમ્પિયન બની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer