કપિલ શર્માના શોમાંથી સિદ્ધુ બહાર

નવી દિલ્હી, તા. 16 : પુલવામાના બર્બર આતંકવાદી હુમલા અંગે પોતાના નિવેદનથી ચોમેરથી ઘેરાયેલા નવજોતસિંહ સિદ્ધુને કોમેડી શો `ધ કપિલ શર્મા શો'થી હટાવી દેવામાં આવ્યો છે. ચેનલે આ બાબતે નિર્માણગૃહ સાથે વાત કરી હતી. ચેનલની ઈચ્છા હતી કે, સિદ્ધુ તત્કાળ શોમાંથી હટી જાય. હવે અર્ચના પૂરનસિંહ સિદ્ધુની જગ્યા લે તેવી સંભાવના છે. દરમ્યાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે પણ પંજાબના મંત્રી અને પક્ષના નેતા સિદ્ધુને આયનો દેખાડતાં કહ્યું કે, આ સમય પાકિસ્તાન સાથે વાતચીતનો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer