બુલઢાણામાં બે વીરોને આપવામાં આવી સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય

ઔરંગાબાદ, તા. 16  : ગુરુવારે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના મહારાષ્ટ્રના બે જવાનોના પાર્થિવ દેહને આજે વિમાન મારફતે અહીં લવાયા બાદ બુલઢાણા જિલ્લાના તેમના વતનનાં ગામોમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા અને તેમને આખરી વિદાય આપી હતી. શહીદ નીતિન શિવાજી રાઠોડ (36) અને શહીદ સંજય સિંઘ દીક્ષિત રાજપૂત (47)ના પાર્થિવ દેહ આજે બપોરે 12.25 વાગે અહીંના ચીકલથાણા ઍરપોર્ટ પર લવાયા હતા. રાઠોડ બુલઢાણાના લોનાર તહેસીલના ચોરપાંગરા ગામના હતા જ્યારે રાજપૂત એ જ જિલ્લાના મલકાપુરના વતની હતા. રાઠોડનો મૃતદેહ સીઆરપીએફની વેનમાં તેમના ગામમાં લઈ જવાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer