ભારતમાં પાકિસ્તાનના માલ ઉપર 200 ટકા આયાત ડયૂટી

નવી દિલ્હી, તા. 16 : પુલવામા આતંકવાદી હુમલા પછી ભારત સરકાર પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરવા માટે સક્રિય થઇ છે. ગઇકાલે મોસ્ટ ફેવર્ડ નેશન અર્થાત એમએફએન દેશની યાદીમાંથી પાકિસ્તાનનો છેદ ઉડાડી દીધાં પછી શનિવારે પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજો ઉપર 200 ટકા આયાત જકાત નાંખી દીધી છે. આમ પાકિસ્તાન ભારત જેવી મોટી બજાર હવે ગુમાવશે.
કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ જકાત વધારાની વાતને ટ્વીટરના માધ્યમથી પુષ્ટિ આપી હતી. હવે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજો ઉપર 200 ટકા જકાત લગાવવામાં આવનાર છે. સરકાર હવે પાકિસ્તાનને એકલું પાડી દેવા માટે તમામ સ્તરેથી પગલા લઇ રહ્યું છે. ભારતમાંથી નિકાસ થતી ચીજોનો વેપાર 
પણ પાકિસ્તાનમાં અટકી પડવાનો છે. ભારતમાંથી આયાત અને નિકાસ બંધ થતા પાકિસ્તાનમાં આવશ્યક ચીજોની ભારેખમ અછત સર્જાવાની પૂરતી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer