વિદેશી હૂંડિયામણની અનામત ઘટી 398.12 અબજ ડૉલર

મુંબઈ, તા. 16 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 8 ફેબ્રુઆરી, '19ના પૂરાં થયેલા સપ્તાહ માટે 2.11 અબજ ડૉલર ઘટી 398.12 અબજ ડૉલર રહી હતી. વિદેશી ચલણોની અસ્ક્યામતમાં ઘટાડાની અસર જણાતી હતી.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના આંકડા મુજબ ગયા સપ્તાહમાં હૂંડિયામણની અનામત 2.06 અબજ ડૉલર વધીને 400.24 અબજ ડૉલર થઈ હતી. સૂચિત સપ્તાહમાં વિદેશી ચલણની અસ્ક્યામત 2.448 અબજ ડૉલર ઘટીને 370.981 અબજ ડૉલર રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer