2018માં વિઝાની અરજીની તપાસણી પ્રક્રિયા 13 ટકા વધી 52.8 લાખ થઈ

મુંબઈ, તા. 16 : વધુને વધુ ભારતીય વિદેશના પ્રવાસે જઈ રહ્યા હોવાનું બીએફએસ ગ્લોબલના ડેટા પરથી કહી શકાય. 2018માં બીએફએસ ગ્લોબલે ભારતમાં વિઝા માટેની 52.8 લાખ અરજીઓ હાથ ધરી હતી. આ આંક 2017ની તુલનામાં 13 ટકા તો 2016ની તુલનામાં 22 ટકા વધુ ગણાય.
જે દેશો માટે સૌથી વધુ વિઝાની અરજીઓની તપાસક્રિયા હાથ ધરાઈ હતી તેમાં યુએસ, યુકે, કેનેડા, મલયેશિયા, ચીન, થાઈલૅન્ડ વગેરે રહ્યા છે તો અન્ય ઊભરતા દેશોમાં જાપાન, તુર્કી, ઝેક પ્રજાસત્તાક ઇસ્ટોનિયામાં નોંધનીય વધારો થયો છે. જેમાં ટાયર-ટુ સિટીઝે વિઝા વૃદ્ધિમાં વધુ ફાળો આપ્યો હતો. જેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુમાં સતત વૃદ્ધિ રહેતી જણાઈ છે. તો અમદાવાદમાં 2018માં 32 ટકા અને પુણેમાં 20 ટકા વૃદ્ધિ જોવાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer