શહીદ વીરેન્દ્ર સિંહના પાર્થિવ દેહને ત્રણ વર્ષના પુત્રે અગ્નિદાહ આપ્યો

નવી દિલ્હી, તા. 16  : ઉત્તરાખંડમાં ઉધમાસિંહ નગર જિલ્લામાં વિરેદ્રાસિંહ શહીદ થયા હતા. તેમના ત્રણ વર્ષના પુત્રએ અગ્નિદાહ આપ્યો હતો. સવારથી જ તેમના આવાસ ઉપર લોકો ઉમટયા હતા. વિરેદ્રાસિંહ ગયા સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાં તેમની ફરજ ઉપર ફરી હાજર થયા હતા.
20 દિવસની રજા ગાળીને હાલમાં જ પરત ફર્યા હતા. બીજી બાજુ પંજાબના રૂપનગરના 26 વર્ષીય કુલવીન્દરાસિંહને પણ અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના વતન ગામ નુરપુરબેદી વિસ્તારમાં રૌલી ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. કુલવીન્દરાસિંહ સીઆરપીએફના કોન્સ્ટેબલ હતા. તેમના ઘરમાં પણ લોકોનો ધસારો જોવા મળ્યો હતો. કુલવીન્દરના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે તેમના જેની સાથે લગ્ન થનાર હતા તે બેભાન થઈ ગઈ હતી. 
આવી જ રીતે પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના એએસઆઈ મોહનલાલને પણ અંતિમ વિદાય અપાઈ હતી. હરિદ્વારના ખરખારી સ્મશાન ગૃહમાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. મોહનલાલના પુત્ર શંકર રતોરી અને રામપ્રસાદ રતોરીએ અગ્નિદાહ આપ્યો હતો. તે વખતે વંદે માતરમના નારા ગુંજી ઉઠયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer