સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કોલકાતાના સીપી `ગાંઠતા નથી''

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કોલકાતાના સીપી `ગાંઠતા નથી''
પૂછપરછમાં સીબીઆઈને સહકાર આપવા રાજીવકુમારનો ઈનકાર
નવી દિલ્હી તા. 9: શારદા ચીટ ફન્ડ કૌભાંડના કેસ સંબંધે સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસંધાને સીબીઆઈએ આજે કોલકાતાના પોલીસ કમિશ્નર (સીપી) રાજીવકુમારની  મેઘાલયની રાજધાની શિલોંગ ખાતે પૂછપરછ શરૂ કરી હતી, પણ એજન્સીની ટીમને તેમાં ખાસ કંઈ સફળતા મળી ન હતી એમ સૂત્રો જણાવે છે. ધારાશાત્રી બિશ્વજીત દેબની સાથે ગયેલા રાજીવકુમારે સીબીઆઈની ટુકડીને સહકાર આપવા ઈનકાર કર્યો હતો. જો કે આવતી કાલે રાજીવકુમારને શિલોંગના અન્ય કોઈ સ્થળે ખસેડાશે. 
ગઈ કાલે શિલોંગ આવી પહોંચી ટોચની હેરિટેજ હોટેલમાં ઉતરેલા રાજીવકુમારને શહેરના હાર્દમાંના ઓકલેન્ડમાંના સીબીઆઈના કાર્યાલયે લાવવામાં આવ્યા હતા.કડક સુરક્ષા બંદોબસ્ત સાથેની ઈમારતમાં સવારે 11 કલાકે રાજીવકુમારનો ઈન્ટરવ્યુ શરૂ કરાયો હતો, પરંતુ એસપી, અતિરિકત, ડીએસપી દરજ્જાના અધિકારીઓ સહિત 12 જણાની બનેલી સીબીઆઈ-ટીમ મોડી બપોર સુધી તેમની પાસેથી કેસ સંબંધે કશી વિગત કઢાવી શકી ન હતી. સીબીઆઈ તેમની ધરપકડ કરવાથી દૂર રહે તેમ જણાવવા સાથે સર્વોચ્ચ અદાલતે રાજીવકુમારને સંનિષ્ઠપણે સહકાર આપવાની ય દોરવણી આપી હતી. સુનાવણીની આગામી તા.20મીએ ઠરાવાશે જેથી આ કવાયત ઝડપી બની શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer