હજી બે દિવસ ચાલુ રહેશે બરફવર્ષા : હિમાચલ પ્રદેશ સફેદ ચાદર હેઠળ

હજી બે દિવસ ચાલુ રહેશે બરફવર્ષા : હિમાચલ પ્રદેશ સફેદ ચાદર હેઠળ
શિમલા, તા. 9 : હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કુફરી અને ડેલહાઉસીમાં મોટા પ્રમાણમાં બરફવર્ષાથી તાપમાન ગગડયું હતું અને સર્વત્ર બરફની ચાદર છવાઇ હતી. એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉપરી શિમલા, ચંબા અને કિન્નૌર જિલ્લામાં ભારે બરફવર્ષાને પગલે સરકારી બસોની સેવાઓ આજે પણ બાધિત રહી હતી. પ્રવક્તાએ કહ્યું કે, માર્ગોને ખોલવાનું કામ જારી છે.
હવામાન વિભાગના એક અધિકારી અનુસાર, શિમલામાં હળવી બરફવર્ષા થઈ હતી, પરંતુ કુફરી અને નારકંડા જેવા સ્થળે મધ્યમ બરફવર્ષા હતી. શિમલાના માલ રોડ, રિજ, જાખુ હિલ્સ, યુએસ ક્લબ જેવા વિસ્તારોમાં એક-બે દિવસ બરફવર્ષાની સંભાવના છે. પર્યટન સ્થળ ડલહાઉસીમાં 16 સેન્ટિમીટર અને કિન્નૌર જિલ્લાના કલ્પામાં 4 સેન્ટિમીટર બરફવર્ષા નોંધાઈ હતી.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer