નરેન્દ્ર મોદીના ભાષણને વખોડીને શરદ પવારે કહ્યું, અણ્ણા હઝારે વિશે મને કશું પૂછવાનું નહીં

નરેન્દ્ર મોદીના ભાષણને વખોડીને શરદ પવારે કહ્યું, અણ્ણા હઝારે વિશે મને કશું પૂછવાનું નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 9 : `અણ્ણા હઝારે વિશે કશું બોલવાનું નહીં એવું મેં બે-ત્રણ દિવસ પૂર્વે નક્કી કરી લીધું છે. એ સંદર્ભના કોઈ સમાચાર છપાય તો પણ હું વાંચતો નથી' એવો ટોણો રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે માર્યો હતો.
લોકસભાની ચૂંટણીની બેઠક બાદ શરદ પવાર પત્રકારો સાથે બોલી રહ્યા હતા. અણ્ણા હઝારેના ઉપોષણ બદલ તેમને પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે ફક્ત બે વાક્યમાં જવાબ આપ્યો હતો. રાજ્યપાલના પ્રસ્તાવ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણની ટીકા કરતાં શરદ પવારે કહ્યું હતું કે `સંસદભવનમાં ભાષણ કરતી વખતે નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રથા અને સંસ્કૃતિનું ભાન નહોતું રાખ્યું. તેમણે પોતાની વિચારસરણી અને સંસ્કાર સાથે સુસંગત ભાષણ ઠપકાર્યું હતું.'
`હું જે સભાગૃહમાં બેસું છું ત્યાં આ ભાષણ થયું નથી. સંસદનું એ છેલ્લું અધિવેશન હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, નરસિંહ રાવ સહિત અન્ય વડા પ્રધાનોમાં સંસદભવનના છેલ્લા દિવસના ભાષણમાં સભ્યતા અને સંસદ પ્રત્યેનો આદર દેખાતો હતો. સંસદના બધા સભ્યો અને રાજકીય પક્ષ બદલ ધોરણાત્મક અલગ-અલગ મત હોઈ શકે, પણ એ લોકપ્રતિનિધિઓનાં સન્માન કરવાની ભૂમિકા ભૂતપૂર્વ વડા પ્રધાનોની હતી. એનું કારણ, એ પ્રકારના સંસ્કાર તેમનામાં હતા. નરેન્દ્ર મોદીના ભાષણમાં આવું કશું જોવા ન મળ્યું એ દુ:ખની વાત છે.'
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer