રફાલ સોદો હવાઈ દળને મજબૂત કરવા કે ડૂબતા ઉદ્યોગપતિને બચાવવા? શિવસેનાએ મોદી સામે તાક્યું નિશાન

રફાલ સોદો હવાઈ દળને મજબૂત કરવા કે ડૂબતા ઉદ્યોગપતિને બચાવવા? શિવસેનાએ મોદી સામે તાક્યું નિશાન
મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : વડા પ્રધાન, કૉંગ્રેસને સૈન્યનું સશક્તીકરણ જોઈતું નથી એવો હંમેશનો આક્ષેપ કરે એના બીજા જ દિવસે રફાલ કરારમાં તેમનો વ્યક્તિગત રસ કેટલી હદે હતો એના દસ્તાવેજી પુરાવા પ્રકાશમાં આવે છે એને શું કહેવું? રફાલ કરાર હવાઈ દળને મજબૂત બનાવવા થયો છે કે એક ડૂબેલા ઉદ્યોગપતિને બચાવવા માટે? એ પ્રશ્નનો જવાબ વડા પ્રધાન પાસે અપેક્ષિત હોવાનું શિવસેનાએ જણાવ્યું છે.
શિવસેનાએ રફાલ મુદ્દે ભાજપ પર ફરી એક વાર નિશાન સાધ્યું છે. `સત્યમેવ જયતે' એ જ દેશને જીવંત રાખવાનો મંત્ર છે. વિરોધીઓ માર્યા જશે, પરંતુ સત્ય જીવંત રહેશે. પાટલી થપથપાવવાથી સત્ય મરશે ખરું? એવો સવાલ શિવસેનાએ ભાજપને પૂછ્યો છે.
રફાલના નવા કરારની પ્રક્રિયામાં સંરક્ષણ મંત્રાલયની ઉપેક્ષા કરીને વડા પ્રધાન કાર્યાલયે કરેલા હસ્તક્ષેપ સામે સંરક્ષણ વિભાગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો એવા અહેવાલ શુક્રવારે પ્રકાશિત થયા હતા. આ પાર્શ્વભૂમિકા પર શિવસેનાએ મુખપત્ર `સામના'ના અગ્રલેખના માધ્યમથી નિશાન સાધ્યું છે.
વડા પ્રધાન મોદીએ ગુરુવારે સંસદભવનમાં દેશભક્તિ વિશે ભાષણ કર્યું, રફાલનું સમર્થન ર્ક્યું, બીજા જ દિવસે રફાલ પ્રકરણનું `કાળું પાનું' બહાર આવ્યું છે. બાંકડા ઠોકીને દેશભક્તિનાં સૂત્રો પોકારનારાનાં મોઢાં એનાથી બંધ થયાં છે. રફાલ પ્રકરણમાં મોદીના `સહભાગ'નો એક નવો દસ્તાવેજ બહાર પડયો છે. આ નિમિત્તે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોનું શું? અમસ્તા જ વિરોધીઓને દોષ શું કામ આપો છો? `સત્યમેવ જયતે' એ જ દેશને જીવંત રાખવાનો મંત્ર છે. વિરોધીઓ મરી જશે પણ સત્ય જીવતું રહેશે એવું શિવસેનાએ કહ્યું છે.
લોકશાહી અને ન્યાયવ્યવસ્થા જળવાઈ રહે એની જવાબદારી સત્તાધારી પક્ષની હોય છે. વિરોધીઓને પ્રશ્ન પૂ‰છવાનો અધિકાર છે અને આ અધિકાર નકારવો એટલે લોકશાહીની અધોગતિ. સાડાચાર વર્ષથી દેશ પર મોદીનું એકછત્રી શાસન છે છતાં મોંઘવારીથી ભ્રષ્ટાચાર સુધી દરેક બાબતનું ઠીકરું કૉંગ્રેસ પર ફોડવું એ પોતાની નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવા જેવું છે એવી ટીકા શિવસેનાએ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer