નાથન કુલ્ટરને ચાલુ મૅચે આવ્યા ચક્કર : હૉસ્પિટલમાં દાખલ

નાથન કુલ્ટરને ચાલુ મૅચે આવ્યા ચક્કર : હૉસ્પિટલમાં દાખલ
પર્થ, તા. 9 : ભારતીય પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની વનડે અને ટી20 શ્રેણીમાં પસંદગી પામેલી ટીમના નાથ કુલ્ટરને શનિવારે બિગ બેશ લીગ મેચ દરમિયાન મેદાન ઉપર જ ચક્કર આવી ગયા હતા. ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટી-20 લીગમાં પર્થ સ્કોચર્સનું નેતૃત્વ કરી રહેલા કુલ્ટરે એડિલેડ સ્ટાઈકર્સ સામે પોતાની અંતિમ ઓવરનો પાંચમો બોલ ફેંક્યા બાદ ઈશારો કર્યો હતો કે તે ઠીક નથી. ત્યારબાદ કુલ્ટર મેદાન ઉપર બેસી ગયો હતો. ટીમના ફિઝિયો ક્રિસ ક્વિનેલે કહ્યું હતું કે, કુલ્ટર ગંભીર વર્ટિગોનો શિકાર બન્યો હતો. મેચ બાદ તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે અને આગામી થોડા સમય માટે તબીયત ઉપર ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer