એલએ ગૅલેક્સી સ્ટેડિયમ બહાર લાગશે બેકહમની પ્રતિમા

એલએ ગૅલેક્સી સ્ટેડિયમ બહાર લાગશે બેકહમની પ્રતિમા
લોસ એન્જેલિસ, તા. 9 : અમેરિકી ક્લબ એલએ ગેલેક્સીના સ્ટેડિયમ બહાર આગામી મહિને ઈંગ્લેનડના પૂર્વ કેપ્ટન અને દુનિયાના સૌથી પ્રખ્યાત ફુટબોલરોમાંથી એક એવા ડેવિડ બેકહમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. બેકહમ 2007માં અમેરિકી ક્લબ સાથે જોડાયો હતો અને છ વર્ષ સુધી એમએલએસમાં રમ્યો હતો. બેકહમે ગેલેક્સી સાથે 2011 અને 20112માં લીગનો ખિતાબ પણ જીત્યો હતો. બેકહમ એમએલએસના ઈતિહાસમાં પહેલો એવો ખેલાડી છે જેની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. બે માર્ચના શિકાગો ફાયર સામે ગેલેક્સીના પહેલા મેચમાં આ કાર્યક્રમ યોજાશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer