શ્રદ્ધા કપૂર હવે નવાઝુદ્દીન સાથે રોમાન્સ કરતી દેખાશે

શ્રદ્ધા કપૂર હવે નવાઝુદ્દીન સાથે રોમાન્સ કરતી દેખાશે
ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવશે 
મુંબઈ,તા. 9 : શ્રદ્ધા કપુર બોલિવૂડમાં  હાલમાં સૌથી વધારે ફિલ્મ ધરાવતી સ્ટાર છે. તેની પાસે હાલમાં પાંચ ફિલ્મો હાથમાં છે. જે પૈકી તમામ ફિલ્મો મોટા બેનરની હોવાનુ જાણવા મળ્યુ છે. પ્રાપ્ત હેવાલ મુજબ હવે તેની પાસે નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ પણ આવી ગઇ છે. જેમાં તે આ જ દિગ્ગજ સ્ટાર સાથે કામ કરનાર છે. તે નવાજુદ્દીન સિદ્દીકી સાથે રોમાન્સ કરનાર છે. તેની પાસે હાલમાં જે ફિલ્મો રહેલી છે તેમાં  સાહો, છિછોરરે, સ્ટ્રીટ ડાન્સર, સાયના અને બોલે ચુંડિયા ફિલ્મનો સમાવેશ થાય છે. તે સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભી રહી છે. તેની પાસે એકપછી એક સારી ફિલ્મો આવી રહી છે.  તે હાલમાં  અનેક  ફિલ્મો ધરાવે છે.  તે સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. શ્રદ્ધાકપુર ઐતિહાસિક બાયોપિક ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરનાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. તેની પાસેથી ખાસ ટ્રાનિંગ મેળવી લીધી છે. શ્રદ્ધા કપુરે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે. શ્રદ્ધા કપુર આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ મુકી દીધા છે. જેમાં તે સાઇના નહેવાલની સાથે નજરે પડી રહી છે. ફોટોને જોઇને લાગે છે કે તે સાઇના પાસેથી ટ્રાનિંગ લઇ રહી છે. ફોટોમાં સાઇના શ્રદ્ધાકપુરની પાસે બેડમિન્ટનના નાના નાના પાસા પર માહિતી મેળવી રહી છે. શ્રદ્ધા કપુર બોલિવૂડમાં કેટલાક સમયથી છે. કેરિયરની શરૂઆત નિરાશાજનક માહોલમાં થયા બાદ શ્રદ્ધા કપુરે અંશિકી-2 ફિલ્મ મારફતે જોરદાર લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer