આઈસીઈએક્સમાં ડાયમંડ વાયદા સહિત કુલ એકત્રિત ટર્નઓવર ઉચ્ચ સ્તરે

મુંબઈ, તા.9 : ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જ પર સમીક્ષા હેઠળના ગત સમગ્ર સપ્તાહમાં ટ્રેડેડ તમામ કૉમોડિટીઝના વાયદાના કોન્ટ્રેક્ટસમાં રૂા.1226.78 કરોડનું કુલ એકત્રિત કામકાજ થયું હતું. ડાયમંડના બધા વાયદાના કોન્ટ્રેક્ટસ કુલ મળીને રૂા.1071.28 કરોડના 29912.99 કેરેટ્સના કામકાજ થયા હતા અને અૉપન ઈન્ટરેસ્ટ 7955.55 કેરેટ્સનો હતો. ડાયમંડના 1 કેરેટના ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટમાં રૂા.8.46 કરોડના 23749 કેરેટ્સના કામકાજ થયા હતા અને ઓપન ઇન્ટરેસ્ટ 30.46 કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ સેન્ટદીઠ રૂા.3540 ખૂલી, ઊંચામાં રૂા.3595 અને નીચામાં રૂા.3485 થઈ અંતે આગલા રૂા.3577.2 સામે રૂા.3496.1 બંધ રહ્યો હતો. 1 કેરેટના માર્ચ કોન્ટ્રેક્ટમાં રૂા.999.37 કરોડના 27885.72 કેરેટ્સનું કામકાજ થયું હતું અને ઓપન ઇન્ટરેસ્ટ 7748.60 કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ સેન્ટદીઠ રૂા.3564.9 ખૂલીને ઊંચામાં રૂા.3606.5 અને નીચામાં રૂા.3556.4 થઈ આગલા રૂા.3588.55 સામે રૂા.3572.9 બંધ રહ્યો હતો. 1 કેરેટના એપ્રિલ કોન્ટ્રેક્ટમાં રૂા.62.73 કરોડના 1746.04 કેરેટ્સનું કામકાજ થયું હતું અને ઓપન ઇન્ટરેસ્ટ 105.24 કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ સેન્ટદીઠ રૂા.3613.4 ખૂલીને ઊંચામાં રૂા.3613.4 અને નીચામાં રૂા.3566.6 થઈ આગલા રૂા.3594.55 સામે રૂા.3582.8 બંધ રહ્યો હતો. 50 સેન્ટ્સના ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટમાં રૂા.0.79 કરોડના મૂલ્યના 43.72 કેરેટ્સના કામકાજ વચ્ચે અૉપન ઇન્ટરેસ્ટ 71.21 કેરેટ્સનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં સેન્ટદીઠ ભાવ રૂા.1628 ખૂલીને ઊંચામાં રૂા.1628 અને નીચામાં રૂા.1605 થઈ આગલા રૂા.1605 સામે રૂા.1620.1 બંધ થયો હતો. 50 સેન્ટ્સના મે વાયદાનાં કોન્ટ્રેક્ટસ નજીવા સળવળાટ સિવાય વિશેષ કામકાજ થયા ન હતા.
સ્ટીલ-લોંગના બધા વાયદાના કોન્ટ્રેક્ટસમાં રૂા.118.27 કરોડના કુલ એકત્રિત કામકાજ વચ્ચે 34730 ટનનું વૉલ્યુમ નોંધાયું હતું અને એકંદર અૉપન ઈન્ટરેસ્ટ 14110 ટનનો હતો. સ્ટીલ લોંગના ફેબ્રુઆરી કૉન્ટ્રેક્ટમાં રૂા.1.50 કરોડના 450 ટનનું કામકાજ થયું હતું અને અૉપન ઇન્ટરેસ્ટ 1550 ટનનો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ ટનદીઠ રૂા.33270 ખૂલીને ઊંચામાં રૂા.34150 અને નીચામાં રૂા.33200 થઈ આગલા રૂા.34000 સામે રૂા.33580 બંધ થયો હતો. સ્ટીલ લોંગના માર્ચ કૉન્ટ્રેક્ટમાં રૂા.115.56 કરોડના 33930 ટનનું કામકાજ થયું હતું અને અૉપન ઇન્ટરેસ્ટ 11770 ટનનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ ટનદીઠ રૂા.33910 ખૂલીને ઊંચામાં રૂા.34450 અને નીચામાં રૂા.33540 થઈ આગલા રૂા.34270 સામે રૂા.34420 બંધ રહ્યો હતો. સ્ટીલ લોંગના એપ્રિલ કૉન્ટ્રેક્ટમાં રૂા.1.21 કરોડના 350 ટનનું કામકાજ થયું હતું અને અૉપન ઇન્ટરેસ્ટ 790 ટનનો રહ્યો હતો. આ કોન્ટ્રેક્ટમાં ભાવ ટનદીઠ રૂા.34000 ખૂલીને ઊંચામાં રૂા.34810 અને નીચામાં રૂા.34000 થઈ આગલા રૂા.34550 સામે રૂા.34740 બંધ રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer