વિલે પાર્લેની સ્કૂલના શિક્ષકોની પ્રિન્સિપાલ દ્વારા સતામણી તથા માનહાનિની ફરિયાદ

મુંબઈ, તા. 9 : મુંબઈની વિલે પારલાની ચંદુલાલ નાણાવટી વિદ્યામંદિર શાળાના કેટલાક શિક્ષકોએ શાળાના પ્રિન્સિપાલ દ્વારા થતી માનહાનિ અને બાકી નીકળતી રકમ બાબતે શાળાના સત્તાધીશોને ફરિયાદ કરી છે. છેલ્લા નવ મહિનામાં આ શિક્ષકો નિવૃત્ત થયા છે અથવા તો વ્યક્તિગત કારણસર નોકરી છોડી હોવાનું કારણ જણાવ્યું છે.
શાળાના ચાર શિક્ષકોએ એડિશનલ પોલિસ કમિશનર (પશ્ચિમ) શાળાની મેનેજમેન્ટ કાઉન્સીલના સભ્યો સચીન અને અપૂર્વ નાણાવટી અને કાઉન્સીલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન (સીઆઈએસસીઈ)ને લેખિત અને ઈ-મેલ ફરિયાદ કરી છે. તેમાં પ્રિન્સિપાલ નીલમ મૂલચંદાની તેમની માનહાનિ અને સતામણી કરતાં હોવાનું જણાવ્યું છે.
હું જ્યારે પ્રિન્સિપાલની અૉફિસમાં કોઈ પરવાનગી લેવા અથવા અૉફિસના કામ માટે જાઉં તો તે મને હેતુપૂર્વક અવગણે છે, અપમાન કરે છે અને મારી ટીકા કરે છે જેથી મારું અપમાન થાય છે, એમ પાંચમી જાન્યુઆરીએ 24 વર્ષની શાળાની નોકરી બાદ વ્યક્તિગત કારણથી શાળા છોડી જનાર શિક્ષક તબસ્સુમ શેખે શર્માને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.
શ્રેષ્ઠ સ્પીરિચ્યુઅલ ટીચર એવૉર્ડ મેળવનાર શેખે કહ્યું હતું કે તે જ્યારે શાળાના ડિરેક્ટર સાથે ચર્ચામાં વ્યસ્ત હતી તે માટે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓના મા-બાપ સામે તેનું અપમાન કર્યું હતું. શેખની ફરિયાદ મુજબ, પ્રિન્સિપાલે તેમને કહ્યું હતું કે શા માટે ડિરેક્ટરનો સંપર્ક કર્યો હતો ? જો તમે મારી અવગણના કરશો તો હું બાળકોને અને વાલીઓને તમારા વિરુદ્ધ ઉશ્કેરીશ. શાળાના નવા પ્રિન્સિપાલ કોઈપણ કારણ વિના મારી નિયમિતપણે માનહાનિ અને સતામણી કરે છે, એમ શાળાના અન્ય શિક્ષકે જણાવ્યું હતું.
શિક્ષકોએ પોતાને ગ્રેચ્યુઈટી અને ડી.એ.ની રકમ મળી નહીં હોવાનું તથા અન્ય બાકી નીકળતી રકમ તથા એકુસ્પિરીયન્સ લેટર નહીં અપાયો હોવાનું જણાવ્યું હતું. તેઓ ગ્રેચ્યુઈટીનો દાવો નહીં કરે અને તેને બદલે એક્સગ્રેશિયા મળશે તે પ્રકારના લખાણ પર સહી કરાવી લેવામાં આવી હતી. શિક્ષકોની સૂચિત ફરિયાદનો પ્રત્યુત્તર મૂલચંદાની કે શાળાની મેનેજમેન્ટે આપ્યો નથી.
જો કે સીઆઈએસસીઈના ચીફ એક્ઝિક્યુટીવ અને સેક્રેટરી ગેરી આર્થને જણાવ્યું કે તેમને કોઈપણ ફરિયાદ મળી નથી જ્યારે અધિકારી થોમસને ફરિયાદ કરાઈ છે. તેણે કહ્યું કે તે ફરિયાદનો જવાબ આપવાની સત્તા ધરાવતાં નથી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer