ભારતીય મૂળનાં અમેરિકી સાંસદ તુલસી ગબ્બાર્ડ પ્રમુખપદની ચૂંટણી લડશે

ભારતીય મૂળનાં અમેરિકી સાંસદ તુલસી ગબ્બાર્ડ પ્રમુખપદની ચૂંટણી લડશે
વોશિંગ્ટન, તા. 12: ભારતીય મૂળના અમેરિકી ડેમોક્રેટિક સાંસદ તુલસી ગબ્બાર્ડે (37) ગઈ કાલે સીએનએનને જણાવ્યું હતું કે 2020 અમેરિકી પ્રમુખપદની ચૂંટણી લડવા મેં નિર્ણય કર્યો છે અને તે અંગેની વિધિસરની જાહેરાત આવતા સપ્તાહે કરીશ. ઈરાકના આંતરવિગ્રહ દરમિયાન '17માં દમાસ્કસ ખાતે ઈરાકી તાનાશાહ શાસક બશર અલ-અસાદને મળી ચૂકેલા ઈરાક યુદ્ધના વેટરન ગબ્બાર્ડ ચૂંટાઈ આવે તો દેશના ઈતિહાસના સૌથી યુવા પ્રમુખ બની રહેશે. અમેરિકી સંસદમાંના પ્રથમ હિન્દુ સભ્ય છે તેમ જ પ્રથમ સમોઅન અમેરિકી સભ્ય છે, તેમ જ ગૃહની વિદેશ બાબતોની સમિતિમાં ય સામેલ છે. ('05માં હવાઈ નેશનલ ગાર્ડના સભ્ય તરીકે તૈનાત કરાયેલા ગબ્બાર્ડે અસાદ સાથેની બેઠકની ટીકાના જવાબમાં જણાવ્યું હતું કે મારો ઈરાદો ન હતો પણ તક મળી હોઈ તે ઝડપવી મને મહત્ત્વનું લાગ્યું હતું.)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer