પેરિસની બેકરીમાં શક્તિશાળી વિસ્ફોટ : ચારનાં મોત, 36 ઘાયલ

પેરિસની બેકરીમાં શક્તિશાળી વિસ્ફોટ : ચારનાં મોત, 36 ઘાયલ
ગૅસ લીક થતાં સર્જાઈ જીવલેણ દુર્ઘટના : 12 ગંભીર, ઇમારતો, વાહનોને ભારે હાનિ

પેરિસ, તા. 12 : ફ્રાન્સની રાજધાની પેરિસમાં યુ ડે ટ્રેવિસ વિસ્તારમાં આવેલી એક બેકરીમાં શનિવારે શક્તિશાળી વિસ્ફોટ?થતાં અગ્નિશામક દળના બે જવાન સહિત ચાર જણના મોત થઇ ગયા હતા.
આ જીવલેણ ધડાકામાં અન્ય 36 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 12 જણની હાલત ગંભીર બતાવાઇ રહી છે. ગેસ લીક થતાં દુર્ઘટના સર્જાઇ હતી.
ધડાકો એટલો ખતરનાક હતો કે, આસપાસની ઇમારતોની બારીઓ તૂટી ગઇ હતી. બેકરી પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલી તસવીરોમાં બેકરીનો તૂટેલો કાટમાળ તેમજ ઇમારતના નીચેના ભાગમાં આગ લાગેલી દેખાય છે.
વિસ્ફોટ?થતાં ત્યાં ઊભેલા વાહનો પણ સળગી ગયા હતા. ફ્રાન્સના ગૃહમંત્રી ક્રિસ્ટોફે કાસ્ટનરે ઘટનાસ્થળે પહોંચ્યા પછી સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer