ખારમાં સૂચિત મોબાઇલ ટાવર વિરુદ્ધ રહેવાસીઓનો આજે મૂક મોરચો

ખારમાં સૂચિત મોબાઇલ ટાવર વિરુદ્ધ રહેવાસીઓનો આજે મૂક મોરચો
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 12 : ખાર (પશ્ચિમ)ના 14મા રસ્તામાં મંગલ મહેશ સોસાયટીના 6 માળના મકાનમાં સૂચિત મોબાઇલ ટાવર ઇન્સ્ટૉલ કરવાના વિરોધમાં 14 અને 15મા રોડની 12 સોસાયટીના રહેવાસીઓ સવારે 11 વાગ્યે ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી વેસ્ટેન્ડથી મોરચાની શરૂઆત કરશે અને આ મોરચો ખાર દાંડા રોડ અને 14મા રોડ પર જશે. ઍક્ટ્રેસ જુહી ચાવલાએ પણ આ સૂચિત ટાવરનો વિરોધ કરીને રહેવાસીઓને ટેકો જાહેર કર્યો છે.
આ વિસ્તારમાં રહેતા અનુપમ કાપડિયાએ આ સંવાદદાતાને કહ્યું હતું કે `આ સોસાયટીવાળાએ 10 વર્ષ સુધી આ મકાનમાં ત્રણ ગેરકાયદે ટાવર ઊભા કર્યા હતા. આ ટાવર માટે પાલિકાની પરવાનગી લેવાઈ નથી એની જાણ થતાં પાલિકાએ આ ટાવર 2017માં તોડી પાડયા હતા. હવે આ જ સોસાયટીને ફોરજી મોબાઇલ ટાવર બેસાડવા માટે પાલિકાની પરવાનગી મળી છે. રહેવાસીઓએ આ સોસાયટીને કાનૂની નોટિસ મોકલી છે. આ ટાવરના કિરણોત્સર્ગથી અમારા આરોગ્ય માટે થાકોડો, સ્મૃતિભ્રંસ અને કૅન્સર જેવી બીમારીનો ખતરો છે. આ સૂચિત ટાવર અગાઉના ટાવર કરતાં ઘણો શક્તિશાળી છે અને ટાવરની નીતિનો ભંગ કરનારો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer