રોહિત શર્માની સદી : ગિલક્રિસ્ટને પછાડી નામે કરી ખાસ ઉપલબ્ધિ

રોહિત શર્માની સદી : ગિલક્રિસ્ટને પછાડી નામે કરી ખાસ ઉપલબ્ધિ
નવી દિલ્હી, તા. 12 : ભારતીય ઓપનર રોહિત શર્માએ શનિવારે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીના પહેલા વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. કેરિયરની 22મી સદી ફટકારતાની સાથે રોહિતે એક ખાસ ઉપલબ્ધી પણ પોતાના નામે કરી હતી અને બન્ને ટીમો વચ્ચે રમાયેલા મેચમાં સૌથી વધુ રન કરનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમાંકે પહોંચ્યો હતો. આ યાદીમાં રોહિતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડયો હતો.  મેચમાં રોહિત 133 રન બનાવીને આઉટ થયો હતો.  રોહિત પહેલા યાદીમાં ત્રીજા ક્રમાંકે રહેલા ગિલક્રિષ્ટે 46 મેચમાં 1622 રન કર્યા હતા. જેમાં એક સદી અને 12 અડધી સદી સામેલ છે. જ્યારે ટોચના સ્થાને સચિન છે. જેણે 71 મેચમાં 3077 રન કર્યા છે. બીજા નંબરે રહેલા પોઈન્ટીંગે 2164 રન કર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer