દુષ્કર્મ કેસમાં રોનાલ્ડોની મુશ્કેલી વધી

દુષ્કર્મ કેસમાં રોનાલ્ડોની મુશ્કેલી વધી
આપવાં પડશે ડીએનએ સૅમ્પલ

લાસ વેગાસ, તા. 12 : પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને દુષ્કર્મના કેસમાં ડીએનએ ટેસ્ટ આપવો પડે તેવી શક્યતા છે. અમેરિકી પોલીસે દુષ્કર્મ કેસની તપાસમાં રોનાલ્ડોના ડીએનએની માગણી કરી છે અને સેમ્પલ માટે ઈટાલીના અધિકારીઓને વોરંટ પણ મોકલ્યું છે. રોનાલ્ડો વર્તમાન સમયમાં ઈટાલીના ક્લબ યુવેન્ટસ તરફથી રમી રહ્યો છે.  લાસ વેગાસ પોલીસ પ્રવક્તા લોરા મેલ્ટજરના કહેવા પ્રમાણે કોઈપણ યૌન ઉત્પીડન કેસમાં લાસ વેગાસ પોલીસ ડીએનએ સેમ્પલનો તપાસમાં ઉપયોગ કરે છે. તેવી જ રીતે રોનાલ્ડોના ડીએનએની પણ માગણી કરવામાં આવી છે. રોનાલ્ડો સામે કેથરીન માયોર્ગાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી, જેની તપાસ ચાલી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer