વર્ષના અંતમાં ટેનિસ કોર્ટમાં વાપસી કરવાનું સાનિયાનું લક્ષ્ય

વર્ષના અંતમાં ટેનિસ કોર્ટમાં વાપસી કરવાનું સાનિયાનું લક્ષ્ય
નવી દિલ્હી, તા. 12 : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા માતા બન્યા બાદ હવે ફરી ટેનિસ કોર્ટમાં વાપસી કરવાની તૈયારી શરૂ કરશે. સાનિયાએ પોતાની વાપસીને લઈને કહ્યું હતું કે, તે કોઈપણ પ્રકારનું દબાણ લેવા માગતી નથી. આ જ કારણની વાપસીની દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. સાનિયાએ કહ્યું હતું કે, પોતે માતા બન્યાને બે મહિનાનો સમય વિતી ચૂક્યો છે અને હવે ફરી ટેનિસ કોર્ટમાં ઉતરવા માટે ફિટનેસ  ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહી છે. ફિટનેસ માટે ટ્રેનર ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે. સાનિયાનું લક્ષ્ય વર્ષના અંત સુધીમં કોર્ટમાં વાપસી કરીને પ્રતિસ્પર્ધી ટેનિસ રમવાનું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer