સંરક્ષણ, મરીન અને માળખાકીય ક્ષેત્રે કમ્પોઝિટ્સનો ઉપયોગ જરૂરી : નીતિ આયોગ

મુંબઈ, તા. 12 : ભારતના સંરક્ષણ, મરીન અને માળખાકીય ક્ષેત્રે ઉત્તમ મટિરિયલની વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતે બને તેટલી વહેલી તકે કમ્પોઝિટ્સ મટિરિયલનો ઉપયોગ શઈ કરી દેવો જરૂરી છે. એમ નીતિ આયોગના સભ્ય અને વિખ્યાત વૈજ્ઞાનિક પદ્મભૂષણ ડૉ. બી. કે. સારસ્વતે કહ્યું હતું. તેઓ અહીંયાં રિઇંફોર્સ પ્લાસ્ટિક્સ-આઈસીઆરપી 2019ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ તેમ જ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતનો કમ્પોઝિટ્સ ઉદ્યોગ 2021 સુધી બે આંકડાની વૃદ્ધિ હાંસલ કરવા સજ્જ છે. આ ભારતના સંરક્ષણ તેમ જ મરીન ક્ષેત્રને મહત્ત્વપૂર્ણ કમ્પોઝિટ્સની સપ્લાય દ્વારા મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. જેનાથી વિશેષરૂપમાં `મેઈક ઈન ઇન્ડિયા'ના કાર્યક્રમની જેમ દેશી નિર્માણ ક્ષમતામાં વૃદ્ધિ સર્જી શકશે.
ડૉ. સારસ્વતે ઉદ્યોગને રિસર્ચ એવમ્ ડેવલપમેન્ટ અને ક્વૉલિટીમાં સુધારો કરવા માટે આક્રમક દૃષ્ટિકોણ અપનાવવાનો સુઝાવ કર્યો છે.
એફઆરપી દ્વારા આયોજિત ઇવેન્ટમાં 500થી વધુ વૈશ્વિક હિસ્સેદારો ભારતમાં કમ્પોઝિટ્સ ઉદ્યોગમાં સારી તકો અને સ્પર્ધા પર વિચાર-વિમર્શ કરવાના હેતુએ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ડૉ. કે. નારાયણ રેડ્ડી - ચૅરમૅન, એફઆરપી - પ્રદીપ ઠક્કર, ચૅરમૅન-આઈસીઆરપી 2019 વિપુલ શાહ, સીઓઓ પેટ્રો કેમિકલ ડિવિઝન રિલાયન્સ ઇન્ડ. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer