અમદાવાદમાં દુકાનના ધાબા ઉપર ચાલતું કૉલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ, તા.12: શહેરના કારંજ વિસ્તારમાં આવેલી બિસ્કિટ ગલીમાં દવાની દુકાનના ધાબા ઉપર ખુલ્લી જગ્યામાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. વિદેશી નાગરિકોને લોન તેમ જ અલગ અલગ લોભામણી લાલચો આપીને આ બન્ને આરોપી ઠગાઇ કરતા હતા. પોલીસે તેમની પાસેથી ત્રણ લેપટોપ, મોબાઇલ ફોન અને મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, કારંજ વિસ્તારમાં આવેલી બિસ્કિટ ગલીમાં મનીષ ફાર્મા કેર નામની દવાની દુકાનના ધાબા ઉપર ખુલ્લી જગ્યામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા. જેમાં આ કોલ સેન્ટર ચલાવનારા શહેઝાદખાન અશરફખાન પઠાણ અને પુરુષોત્તમ સિંઘ ઉર્ફે રીકી સિંઘને ઝડપી પાડયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer