`બેસ્ટ''ની હડતાળથી મોનોરેલને બખ્ખાં : 30,000 પ્રવાસી વધ્યા

મુંબઈ, તા. 12 : `બેસ્ટ' બસોની હડતાળથી લાખો મુંબઈગરા પરેશાન છે ત્યારે હાલ ખોટના ખાડામાં પડેલી મોનોરેલ માટે આ હડતાળ જાણે તારણહાર બની છે અને હડતાળના પ્રથમ ચાર દિવસ મંગળથી શુક્રવાર દરમિયાન મોનોરેલમાં 30,000 વધુ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો અને તેમના દ્વારા મોનોરેલને 1.94 લાખ રૂપિયા જેટલી વધારાની કમાણી થઈ હતી.
હડતાળ પહેલાંના ચાર દિવસમાં મોનોરેલમાં માત્ર 41,954 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. જ્યારે હડતાળના ચાર દિવસ દરમિયાન 72,249 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer