બેસ્ટની બસો ચલાવવી કેવી રીતે? આમદન્ની અઠન્ની ખર્ચા રૂપય્યા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : બેસ્ટનો વહીવટ સમજાવતી હિંદી કહેવત `આમદન્ની અઠન્ની, ખર્ચા રૂપય્યા'નો ઉપયોગ કરવો જોઈએ. બેસ્ટની હડતાળથી મુંબઈગરાની વલે થઈ છે. બેસ્ટની દૈનિક આવક ત્રણ કરોડ રૂપિયા અને જાવક છ કરોડ રૂપિયા છે. બેસ્ટને વર્ષમાં 900 કરોડ રૂપિયાની ખોટ જાય છે. એક લિટર પેટ્રોલમાં બેસ્ટની બસે ત્રણ કિલોમીટરનું અંતર કાપવું જોઈએ, પરંતુ મેટ્રો, મુંબઈમાં બેફામ વધી રહેલાં વાહનો અને મેટ્રોના કામકાજને લીધે થયેલાં ખોદકામને લીધે ઠેરઠેર ટ્રાફિકજામ થાય છે. આને લીધે બેસ્ટની બસ પોતાનું લક્ષ્ય અંતર કાપી શકતી નથી.
બેસ્ટનો વિદ્યુત વિભાગ નફામાં હોવાથી એની આવક પરિવહન વિભાગ તરફ વાળી શકાતી હતી. જોકે કેન્દ્ર સરકારના કાયદાને લીધે આ નફો પરિવહનમાં વાળી શકાતો નહોતો. બેસ્ટ ઉપક્રમે વિદ્યુત વિભાગમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આથી વિદ્યુત વિભાગના નફાના 16 ટકા એટલે કે અંદાજે 160 કરોડ રૂપિયા પરિવહન વિભાગને મળે છે.
બેસ્ટનું ગણિત
પરિવહન વિભાગની..............ત્રણ કરોડ રૂપિયા
દરરોજની આવક
એક દિવસનો ખર્ચ................ છ કરોડ રૂપિયા
રોજનો તોટો.......................ત્રણ કરોડ રૂપિયા
જાહેરાતની આવક.................100-125 કરોડ રૂપિયા
વિદ્યુત વિભાગની મળતી આવક....160 કરોડ રૂપિયા
વાર્ષિક તોટો..........750 કરોડ રૂપિયા
કુલ બસ : .......3300
કુલ પાર કરાતું અંતર..........સાત લાખ કિ.મી. 
એક બસ રૂટ માટે જરૂરી..................પ્રત્યક્ષ
10 કામદાર................સાત કામદાર
(ત્રણ ડ્રાઈવર, ત્રણ કન્ડકટર, એક એન્જિનિયર) 
કિ.મી. લક્ષ્ય : 180થી 220 કિ.મી...........160 કિ.મી.
પ્રતિ કિ.મી. અંતર ત્રણ કિ.મી.................2.70 કિ.મી.
બે બસ વચ્ચેની ફ્રિકવન્સી 15 મિનિટ.........40 મિનિટ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer