પ્રજા સત્તાધીશોની અસહિષ્ણુતા અને રોષનો ભોગ બની છે : રાહુલ

દુબઇ તા.12: કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અત્રે જણાવ્યું હતું કે, ભારતના લોકો સાડા ચાર વર્ષથી સત્તા ઉપર રહેલા લોકોની અસહિષ્ણુતા અને રોષના સાક્ષી બન્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતની મુલાકાતના બીજા દિવસે તેમણે જણાવ્યું હતું કે, ભારત કોઇ એક વિચાર લોકો ઉપર લાદી દેતું નથી અને વિવિધ વિચારો સ્વીકારી શકે છે. 
તેમણે કહ્યું હતું કે, ભારતે વિચારોને આકાર આપ્યો છે અને વિચારોએ ભારતને આકાર આપ્યો છે. બીજા લોકોને સાંભળવા તે પણ ભારતનો એક વિચાર છે.
સામાન્ય ચૂંટણીઓ પહેલાં વૈશ્વિક પહોંચ કાર્યક્રમ અંતર્ગત આઇએમટી દુબઇ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ભૂખ જેવી મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોઇને અનામતને ભારતની પ્રથમ નંબરની અગ્રતા બનાવવી અધરૂં છે.
અસહિષ્ણુતા આપણી સંસ્કૃતિ સાથે જ વણાયેલી છે. પણ છેલ્લા સાડા ચાર વર્ષથી આપણે રોષ અને સમુદાયના ભાગલાના સાક્ષી બન્યા છીએ. તે સત્તા ઉપર રહેલા લોકોની માનસિકતામાંથી ઉદ‰ભવ્યા છે.
જયાં પત્રકારો ઉપર ગોળીબાર થાય. લોકોએ જે કંઇ કહે તે માટે તેમને મારી નાંખવામાં આવે એવું ભારત અમારે જોઇતું નથી. અમે આમાં પરિવર્તન માગીએ છીએ અને તે આગામી ચૂંટણીઓમાં એક પડકાર છે. આ પહેલા તેમણે ભારતીય કામદારોને સંબોધન કર્યું હતુ અને અગ્રણી વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેઓ પંજાબ સમુદાયને પણ મળ્યા હતા અને ઇન્ડિયન બિઝનેશ એન્ડ પ્રોફેશ્નલ કાઉન્સિલ (આઇબીપીસી)ના પ્રતિનિધિઓને પણ મળ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer