વર્માને સીબીઆઈના ડિરેક્ટરપદેથી દૂર કરવાનો નિર્ણય ઉતાવળિયો : જસ્ટિસ પટનાયક

નવી દિલ્હી, તા. 12 : સીબીઆઈ કેસમાં આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી દૂર કરવાના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એકે પટનાયકના કહેવા પ્રમાણે આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા નથી. તેમજ પીએમ મોદીના નેતૃત્વની પેનલ દ્વારા વર્માને હટાવવાનો નિર્ણય ઉતાળવામાં લીધેલો નિર્ણય હતો. પટનાયકે કહ્યું હતું કે, વર્મા સામેની તપાસ સંપૂર્ણ રીતે અસ્થાના દ્વારા કરવામાં આવેલી ફરીયાદ ઉપર આધારીત હતી. આલોક વર્મા સામે કેન્દ્રીય સતર્કતા આયોગ દ્વારા કથિત ભ્રષ્ટાચારની તપાસની દેખરેખ જસ્ટિસ પટનાયકને સોંપવામાં આવી હતી.  એક ચેનલને આપેલી પોતાની પ્રતિક્રિયામાં જસ્ટિસ એકે પટનાયકે પેનલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને વર્મા સામેની કાર્યવાહી અંગે ખુલીને મંતવ્ય આપતા નિર્ણયને તદ્દન ઉતાવળભર્યો ગણાવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer