દીપક પારેખને મળ્યો ઝેવિયર રત્ન એવૉર્ડ

દીપક પારેખને મળ્યો ઝેવિયર રત્ન એવૉર્ડ
મુંબઈ, તા. 5 : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની 150મી વર્ષગાંઠની ઉજવણીના અવસરે શનિવારે યોજાયેલા સમારંભમાં મહારાષ્ટ્રના ગવર્નર સી. વિદ્યાસાગર રાવના હસ્તે એચડીએફસીના નોન એક્ઝિક્યુટિવ ચૅરમૅન દીપક પારેખને `ઝેવિયર રત્ન' એવૉર્ડથી નવાજવામાં  આવ્યા હતા. એ ઉપરાંત ગોદરેજ ગ્રુપના ચૅરમૅન અદિ ગોદરેજ,  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર એરિક બોરજેસ, ક્રિકેટર સુનીલ ગાવસ્કરને પણ આ એવૉર્ડ આપવામાં આવ્યો હતો. જોકે, ગાવસ્કર આ અવસરે હાજર નહોતા. આ બધા જ એવૉર્ડ વિજેતા  સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. માજી વિદ્યાર્થી સંઘના પ્રેસિડન્ટ  શબ્બીર બેગુવાલા, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મૅનેજર ડૉક્ટર ફ્રાન્સિસ સ્વામી અને પ્રિન્સિપાલ શર્મિલા સની પણ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer