પર્રિકરની સુરક્ષા વધારવા કૉંગ્રેસનો રાષ્ટ્રપતિને પત્ર

પણજી, તા. 5 : રાફેલ ડીલના મામલાને કોંગ્રેસ સતત ચગાવી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં પણ સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર  દલીલો થઈ હતી. હવે ગોવા કોંગ્રેસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને પત્ર લખીને ગોવાના મુખ્યમંત્રી અને રાફેલ સોદા સમયે રક્ષામંત્રી રહેલા મનોહર પર્રિકરની સુરક્ષા વધારવાની માગણી કરી છે.
ગોવા પ્રદેશ કોંગ્રેસ કમિટિએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યં છે કે, જે લોકો રાફેલની વિગતો જાહેર ન થાય તેવું ઈચ્છે છે તેઓ પર્રિકર પાસેથી રાફેલની ફાઈલો છિનવી શકે છે અને પર્રિકરને નુકસાન પણ પહોંચાડી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer