દુષ્કર્મ કેસમાં આલોક નાથને મોટી રાહત : આગોતરા જામીન મંજૂર

મુંબઈ, તા. 5 : બોલીવૂડ લેખિકા અને નિર્માતા વિન્તા નંદાએ થોડા સમય પહેલાં બોલીવૂડમાં `સંસ્કારી બાબુજી' તરીકે ઓળખાતા આલોક નાથ પર દુષ્કર્મનો આરોપ લગાવી ખળભળાટ સર્જ્યો હતો અને પોલીસે પણ આલોક નાથ સામે એફઆઈઆર દર્જ કરી ત્યારથી અભિનેતા પોલીસથી છુપાઈ રહ્યા હતા. હવે આ મામલામાં આલોક નાથના આગોતરા જામીન મંજૂર થયા હોવાના અહેવાલ છે.
એક એજન્સી અનુસાર, દિંડોશી સત્ર અદાલતે આલોક નાથના વિન્તા નંદા દુષ્કર્મ કેસમાં આગોતરા મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની છઠ્ઠી તારીખે મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે આલોક નાથ લાપતા થયા છે. પોલીસ સતત તેમની શોધ કરી રહી હતી અને તેમની કોઈ ભાળ મળી રહી ન હતી.
ઉલ્લેખનીય છે કે લેખિકા-નિર્માતા વિન્તા નંદાએ `મી-ટૂ'ના સામે આવી રહેલા બનાવો વખતે 17 ઓક્ટોબરના આલોક નાથ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer