હોમલોન પરની સબસિડી સ્કીમ માર્ચ, 2020 સુધી લંબાવાઈ

નવી દિલ્હી, તા. 5 : સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મિડલ ઇન્કમ ગ્રુપ (એમઆઇજી) માટેની હોમલોન પર ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ (સીએલએસએસ) માર્ચ, 2020 સુધી લંબાવી છે. અગાઉ તેની મુદત 31 માર્ચ, 2019 સુધી કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંઘ પુરીએ કહ્યું હતું કે આ યોજના હેઠળ સરકાર હોમલોન પર રૂા. 2.67 લાખ સુધીની સબસિડી આપે છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો લાભ 30 ડિસેમ્બર સુધી લગભગ 3,39,713 લોકોને મળી ચૂક્યો છે.
સીએલએસએસ હેઠળ રૂા. 6 લાખથી વધુ અને રૂા. 12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને 20 વર્ષની મુદતની રૂા. 9 લાખની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી મળશે. રૂા. 12 લાખથી વધુ અને રૂા. 18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને સરકાર તરફથી 3 ટકાની વ્યાજ સબસિડી મળશે. ઉલ્લેખનીય છે કે સબસિડી સ્કીમથી હાઉસિંગ સેક્ટરને નોંધપાત્ર વેગ મળ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer