વિદેશી હૂંડિયામણની અનામત વધીને 39.3 અબજ ડૉલર

મુંબઈ, તા. 5 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 28 ડિસેમ્બર, '18ના પૂરાં થયેલા સપ્તાહ માટે 1164 લાખ ડૉલર વધીને 393.404 અબજ ડૉલર થઈ હતી. જે તેના આગલા સપ્તાહ માટે 1672 લાખ ડૉલર વધીને 393.287 અબજ ડૉલર રહી હતી. આમ હૂંડિયામણની અનામત વધવાનું કારણ વિદેશી ચલણની અસ્ક્યામતોમાં વધારો ગણાય છે. સૂચિત સપ્તાહ માટે વિદેશી ચલણની અસ્ક્યામત 1063 લાખ ડૉલર વધીને 368.077 અબજ ડૉલરની થઈ હતી.
હૂંડિયામણની અનામતે આમ તો 13 એપ્રિલ, 2018ના 426.028 અબજ ડૉલરની કિંમત વિક્રમ સપાટી બનાવી હતી. ત્યારથી વિદેશી હૂંડિયામણના રિઝર્વની કિટ્ટી 31 અબજ ડૉલરથી વધુ ઘટી છે.
સૂચિત સપ્તાહ માટે સોનાની અનામત 21.224 અબજ ડૉલર જેવી યથાવત્ રહી હતી. તો આઈએમએફ સાથેનો સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) 36 લાખ ડૉલર વધીને 1.462 અબજ ડૉલર થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer