ભારતીય બજારોમાંથી એફપીઆઈએ 2018માં 11.3 અબજ ડૉલર પાછા ખેંચ્યા

મુંબઈ, તા. 5 : ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (એફપીઆઈ) 2018માં ભારતીય ડેટ અને ઇક્વિટી માર્કેટોમાંથી 11.3 અબજ ડૉલર પાછા ખેચી લીધાં છે.
જોકે, યાદ રાખવાનું કે બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણ પ્રવાહ નિયંત્રિત હતો અને મર્યાદા વર્ષોથી ધીમે ધીમે વધારાતી રહી હતી.
2018માં ડેટ માર્કેટમાંથી રોકાણનો `આઉટફ્લો' 6.7 અબજ ડૉલર હતો જે વધતી ઊપજનું પરિણામ હતું. નવેમ્બર, 2016માં બેન્ચમાર્ક ઉપરના ઊપજ 6.187 ટકા હતી જે 200 બેસિસ પોઈન્ટ વધીને સપ્ટેમ્બર, 2018માં 8.18 ટકા થઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો 22 મહિનામાં વધારો તીવ્ર કહેવાય.
એકંદરે વધતી ઊપજ અને ઘટતાં રૂપિયાને લક્ષમાં રાખી એફપીઆઈ બોન્ડસ વેચતા રહ્યા. જેમાં ખાસ તો ચલણ વર્ષના બીજા અર્ધગાળામાં તીવ્ર ઘટવાથી બોન્ડસનું વેચાણ કરવા તેઓ પ્રેરાયા હતા.
અૉગસ્ટ અને અૉક્ટોબર વચ્ચે રૂપિયો 8 ટકા ઘટી ડૉલર સામે 9 અૉક્ટોબરે સૌથી નીચી સપાટી 74.39ને સ્પર્શ્યો હતો. યુએસ ફેટરલ રિઝર્વે 2018માં વ્યાજના દરો ચાર વખત વધાર્યા હતા. જેમાં છેલ્લે 19 ડિસેમ્બરે વધારો કર્યો હતો.
ઇન્વેસ્ટરોએ ઇક્વિટી માર્કેટમાંથી 4.6 અબજ ડૉલરનું વેચાણ કર્યું હતું. જ્યારે 2017માં રોકાણપ્રવાહ 8.01 અબજ ડૉલરનો અને 2016માં 2.9 અબજ ડૉલર હતો. એપ્રિલ 2018માં આરબીઆઈએ એફપીઆઈના રોકાણ પરની મર્યાદા 10 ટકા પરથી વધારી 30 ટકા કરી હતી.
એનએસડીએલના ડેટા મુજબ 3 જાન્યુઆરીના કૉર્પોરેશન બોન્ડસમાં એફસીઆઈનું ઇન્વેસ્ટમેન્ટ રૂા. 2.85 લાખ કરોડ રહ્યું છે. જેની વાપરવાની મર્યાદા 70.14 ડટકા રહી છે. વર્ષાન્ત તરફ જોઈએ તો નવેમ્બર અને ડિસેમ્બરમાં તેઓએ બોન્ડસની ખરીદી કરી હતી, કારણ કે ક્રૂડતેલ તૂટતાં ડૉલર સામે રૂપિયો નોંધનીય રિકવર થઈને 69.72ના સ્તરે ઊભો રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer